
અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ સહીત 100થી વધુ અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અને 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ભાજપ કાર્યાલય ખાતે ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા.
અંકલેશ્વર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ બાલુભાઈ પટેલ ,તેમના પુત્ર દીક્ષિત પટેલ સહીત 100થી વધુ કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી ચંદ્રેશ પટેલ સહીત હિરેન પટેલ,ભદ્રેશ પટેલ,ચૌહાણ સહીત 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
તેઓ ને ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા સાથે ભાજપમાં જોડાયેલા તમામ આગેવાનો ચૂંટણી પ્રચાર કાર્ય માં જોડાઈ ગયા હતા.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ,વિનય વસાવા ,સુધીરભાઈ ગુપ્તા ,સંદીપ પટેલ ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.