
આઝાદી કા અમુત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની એકતા અખંડિતા જળવાઈ રહે દેશની રક્ષા માટે લોક જાગૃતિ આવે તથા સમાજમાં તેનો પ્રસાર પ્રચાર વેગવંત બને વતન પ્રેમીઓમાં દેશ પ્રેમ, દેશ ભકિત લોકોમાં જાગૃત થાય એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના જાગૃત થાય તેવા હેતુસર ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ૭૫૦ જીલ્લાઓમાં ૭૫૦૦૦ એક્તા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે મુજબ દરેક જિલ્લામાં ૧૦૦ એક્તા દોડનું આયોજન કરાયું હતું. કેન્દ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સા હસિકતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સરકારની સૂચના મુજબ “યુનિટી રન”નો કાર્યક્રમયોજવામાં આવ્યો હતો.
નિયામક ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમાં શ્રીમતી ઈન્દિરાબેન રાજ (પૂર્વ પ્રમુખ ભરૂચ નગર પાલિકા) મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા તથા સંસ્થાનના વિવિધ અભ્યાસક્રમના તાલીમાર્થી ભાઈ-બહેનો,શિક્ષકગણ, રિસોર્સ પર્સન સ્ટાફ ગણ તથા શહેરની ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ની ભરૂચની સભ્ય બહનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
યુનિટી રનને શ્રીમતી ઈન્દિરાબેન રાજ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને સૌ ઉપસ્થિત સભ્યોને એકતાના સપથ લેવડાવ્યા હતા. અંતે કાર્યક્રમમાં સહભાગી થવા બદલ લાઈવલીહૂડ કો ઓડિનેટર ક્રિષ્નાબેન કથોલીયાએ હાજર રહેવા બદલ સૌનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરી દેશના લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિતે તેમના અખંડ ભારતનાં સ્વપનને સાકાર કરવા સૌનો સાથ સહકાર સાંપડી રહે તેવી અભ્યર્થના સેવી કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની સફળતા માટે અદયક્ષા ફિરદો શબેને આનંદની લાગણી સહ સૌને અભિનંદન પાઠવ્યા હતા.