
જૂના ભરૂચના લલ્લુભાઇ ચકલા નજીક કેસુરમામાના ચકલામાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદાર તા.૨૮/૧૦/૨૦૨૨ના રોજ શ્રીજી ચરણ પામતા તેમના પાર્થીવ દેહને તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ પાંચબત્તિ નજીક બસંત ટોકીઝ કંમ્પાઉન્ડ ખાતે દર્શનાર્થે રખાયો હતો.જે બાદ તેમની અંતિમ યાત્રા દશાશ્વમેધ ધાટે આવેલ શાંતિવન સ્મશાન ખાતે લઈ જવાયો હતો.
દેશ ને આઝાદી અપાવવા માં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા દેશના ઘડવૈયા, લડવૈયાઓને દેશ તેના સ્વાતંત્ર્યના 75માં વર્ષે પણ યાદ કરી તેમના ઘરે જઇને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું.
અંગ્રેજોને દેશમાંથી ભગાડવા, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવી અને દેશબાંધવોને તેમના સ્વતંત્ર્ય દેશમાં જીવવાનો હક અપાવવો આ એકમાત્ર ધ્યેય સાથે આ લડવૈયાઓ મેદાનમાં કુદી પડી અંગ્રેજોની લાકડીઓ ખાધી, ઉપવાસ કર્યા, જેલવાસ ભોગવ્યો, ઘરસંસારની ચિંતા છોડી દેશ માટે લડયા તેવા આ દેશના ઘડવૈયા, લડવૈયા એવા ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારનું ભરૂચ શહેર-જિલ્લો તેમજ દેશ આખો ઋણિ રહેશે અને સદાય તેમની યાદો ચિરંજીવ રહેશે.
ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારના દર્શનાર્થે ભરૂચના ધારાસભ્ય અન નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત ભરૂચના અન્ય નામાંકિત અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી તેમના પાર્થીવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જ્યાં શાંતિવન સ્મશાન ખાતે પુત્રો દ્વારા મુખાગ્ની બાદ તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.