
ભરૂચ જિલ્લાના 8 તાલુકામાં શિક્ષકોને પગાર સમયસર થઇ જતા શિક્ષકો દિવાળી સુધારી છે.તો એક માત્ર જંબુસર તાલુકા ની વિવિધ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 637 શિક્ષકો નો ઓક્ટોબર પગાર હજુ સુધી થયો નથી.
હિસાબી ક્લાર્ક ને ખુદ શિક્ષક આગેવાન દ્વારા જુલાઈ મહિનામાં 5.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ચેક લાવી આપવા છતાં પગાર કરાયો નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ક્લાર્ક દ્વારા પગાર બિલ બનાવવામાં નિષ્ક્રિયતાને લઇ શિક્ષકો ને દિવાળી ટાળે દેવું કરી દિવાળી મારવાનો વારો આવ્યો છે.
એક તરફ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 86 લાખ રૂપિયા માં જ શિક્ષકો નો પગાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક શિક્ષક સંગઠન ને પણ જાણ કરાઈ હતી જો કે તેઓ દ્વારા પણ ઉડાઉ જવાબ આપતા શિક્ષકો માં કચવાટ શરૂ થયો છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી,હિસાબી ક્લાર્ક અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો ની નિષ્ક્રિયતા ના પ્રતાપે તાલુકાના 637 પ્રાથમિક શિક્ષકોના પગાર થયા નથી.
અન્ય જિલ્લામાં રહેતા શિક્ષકોને વિલા મોંઢે વતન માં જવું પડ્યું છે.જેને લઇ શિક્ષકો ની દિવાળી બગડી છે. આ અંગે સ્થાનિક જંબુસર ના ધારાસભ્ય ને પણ જાણ કરવા આવતા તેઓ દ્વારા આ બાબતે સંબંધિત વિભાગ ને ગંભીર ચેતવણી પણ આપી હતી.છતાં પગારના કરવામાં ન આવતા અધિકારીઓ દ્વારા રાજકીય આગેવાનોની પણ અવગણના કરી હોવાનું જોવા મળ્યું છે.