
નવરાત્રિ 2025નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસુ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરશે.
હાલ ન્યુટ્રલ અલનીનોની સ્થિતિ જોવા મળી રહી છે અને તેનાથી વિપરિત લા નીનાની પરિસ્થિતિ ચોમાસા પછી સર્જાવાની શક્યતા સેવાઇ રહી છે. તેમજ હાલમાં ન્યુટ્રલ આઈઓડીની સ્થિતિ કે જે ચોમાસા સહિત હવામાનને વ્યાપક અસર કરે છે તે પણ ન્યુટ્રલ છે પરંતુ ચોમાસાના અંતે નબળી નકારાત્મક સ્થિતિની શક્યતા છે જે સ્થિતિમાં એક અઠવાડિયા પછી ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ શકે છે.