ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ભરૂચ જિલ્લાના તમામ નગરપાલિકા અને તાલુકાઓમાં વિવિધ યોજનાના કામોના ઈ-ભૂમિ-પૂજન અને ખાત-મુહુર્ત કરવામાં આવ્યા હતા.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રસંગની અનુરૂપ પ્રસંન્નતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીતાને કારણે ભારત સમુધ્ધ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. આ સમુધ્ધ ભારત બનાવવા અને આત્મનિર્ભર બનવા તમામ નાગરિકોએ પ્રયત્નો કરવા જોઈએ. આજના સમયની માંગ પ્રમાણે વિજ્ઞાન, તકનિકી અભ્યાસક્રમ તેમજ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું.
આ પ્રસંગે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે ઉદ્દબોધન કરતા બુલેટ ટ્રેનનું સ્ટોપેજ ભરૂચ જિલ્લાને મળવાનું છે. તે માટે તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે જિલ્લાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાનો પણ ચિતાર વર્ણવ્યો હતો.
વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાડભૂત બેરેજના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવી જશે. વધુમાં તેમણે દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેઓની દરકાર કરતી રાજ્ય સરકારના અથાક પ્રયત્નો થકી અનેક યુનિવર્સીટી કાર્યરત કરવામાં આવી. જેથી કરીને ધોરણ-૧૨ પછી પણ તેઓને અન્ય રાજ્ય કે દેશમાં અભ્યાસ અર્થે સ્થળાન્તર ન કરવું પડે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત ઓફિસરો, તાલુકાના મામલતદાર, ટી.ડી.ઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ,તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહી હતી.