ભરૂચ ઓસારા મહાકાળી મંદિર આગામી મંગળવારે બપોર સુધી જ રહેશે ખુલ્લુ

0
77

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે.

જે આગામી મંગળવાર તા ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી મંદિર બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ દર્શન માટે ખુલ્લું રહેશે અને બેસતા વર્ષના દિવસે આ મંદિર સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૭.૩૦ કલાક સુધી ખુલ્લું રહેશેની નોંધ લેવા ભક્તોને અપીલ કરવામાં આવી છે.

પ્રકાશ અને સુખ સમૃદ્ધિનો મહાપર્વ દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબર 2022ના રોજ આવી રહ્યો છે. હિન્દૂ ધર્મમાં દિવાળી પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના મહાપર્વના પાંચ દિવસ દરમિયાન વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here