ભરૂચ હરસિદ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટી દ્વારા તા.૧૫મીના રોજ રાજ્પૂત છાત્રાલય ખાતે સંસ્થાના ચેરમેન અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા તેમજ ઉપસ્થીત મહાનુભવો દ્વારા ૪૬ જુથના ૧૮૬ શ્રમજીવી મહિલા સભ્યોને દિપાવલી ધિરાણ પેટે રૂ.૧૦ હજાર થી ૩૦ હજાર સુધીનું મળી કુલ રૂપિયા ૨૭ લાખ ૪૦ હજારના દિપાવલી ધિરાણ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના રજનીકાંત રાવલ,જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સુરેશભાઇ આહિર,સંસ્થાના વાઇસ ચેરમેન પી.ડી.પટેલ,ડીરેકટર સુરેશ પટેલ,સત્યેન્દ્ર આહીર અને સંસ્થાના મેનેજર તુલસીપુરી ગોસ્વામી સહિતના ના હસ્તે એ-ગ્રેડના ૪૬ જુથના ૧૮૬ મહિલા સભ્યોને દિપાવલી ધિરાણ ચેક આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વસહાય જુથના બહેનો હાજર રહ્યા હતા તેમજ ધિરાણ આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થીત મહાનુભવોએ મહિલાઓને બચત કરવા પ્રેરીત કરતું સુંદર માર્ગદર્શન પુરૂ પાડી આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી.અંતમાં સંસ્થાના મેનેજરે કાર્યક્રમનું સંચાલન કરવા સાથે હાજર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.