ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એક્ટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા ચાલકને ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આજરોજ વહેલી સવારે ભરૂચના શેરપુરા નજીક દહેજ તરફથી ધસી આવેલી ખાનગી કંપનીની બસ નંબર (GJ 06 BT 0053) ના ચાલકે એક્ટીવા સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટીવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે સ્થાનિકોના ટોળે-ટોળા ભેગા થયા હતા. તેમજ શેરપુરા પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.