
- વિવિધ ભક્તો-ભૂવાઓ દ્વારા નવ દિવસની આરાધના બાદ વાજતેગાજતે માતાજીના જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વિસર્જિત કરાયા.
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ તેમજ ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ભક્તિભાવ પૂર્વક આરાધના બાદ માતાજી સ્વરૂપ જવારાને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વસર્જિત કરવામાં આવ્યા હતા.
આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની પૂર્ણાહૂતિ થતાં જ શક્તિના ઉપાસકઓ દ્વારા પોતાની આરાદ્ય દેવીની પૂજા-અર્ચના બાદ નવમાં દિવસે વિદાય આપવામાં આવી હતી. ખરા અર્થમાં નવરાત્રી એટલે દૈવિ શક્તિનો આસુરી શક્તિ પર વિજયનો પર્વ એટલે માં જગદંબા કે જેને જગતજનની કહેવાય છે તેની આરધના નો પર્વ.નવ દિવસ માતાજીની ઉપાસના કરી માઇ ભક્તો માતાજીના ગરબા ઘૂમી માતાજીને મનાવવાના પ્રયત્નો આદરે છે.
નવ દિવસ બાદ માતાજીના જવારા સ્વરૂપને એક ટોપલામાં મુકી ઢોલ-નગારાના નાંદ સાથે શોભાયાત્રા કાઢી તેને નર્મદા જળમાં વિસર્જીત કરવામાં આવે છે.ભરૂચ શહેરમાં જવારા ની શોભાયાત્રામાં વિવિધ માતાજીના ભૂવાઓ દ્વારા તલવાર વડે લીંબુના ફાડચા કરી આગામી વર્ષ કેવું જશેની આગાહી,સંસારમાં રહેલ વ્યાધિ,રોગ દૂર થાય તેવી પ્રાર્થના વિગેરે કરતા જોવા મળે છે.તો કેટલાકના શરીરમાં માતાજી આવ્યે આખી શોભાયાત્રા દરમિયાન જવારાની આગળ ધૂણતા અને માતાજીના ગરબે રમતા જોવા મળ્યા હતા.