
ઓઝોન સ્તર એ પૃથ્વી ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યનાં હાનિકારક યુવી કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું સ્તર ન હોય તો યુવી કિરણોથી વનસ્પતિ, પાક, પ્રાણીઓ અને ઇકો સિસ્ટમને નુકસાન થશે, ચામડીના કેન્સર અને આંખમાં મોતિયા જેવા રોગો વધશે.
જો ઓઝોનનું કવચ ના રહે તો પૃથ્વી પર જીવન શક્ય નથી. આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે ઓઝોન દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૩ થી ધોરણ ૮ નાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તેમજ આવનાર પેઢીને આવનાર સમયમાં સારું પર્યાવરણ મળી રહે એવા આશય થી વિદ્યાર્થીઓને શિક્ષકોએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, પાણી બચાવો, વૃક્ષો વાવો, પર્યાવરણની જાળવણી કરવી જેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ શિક્ષકો દ્વારા ઓઝોન વાયુ વિશે વિશેષ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.