
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ થી લઈ હાલની જીવન સફરને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેમના 72 માં જન્મદિન નિમિતે પ્રદર્શની રૂપે ભરૂચમાં રજૂ કરવામાં આવી છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીની બાલ્ય અવસ્થાથી લઈ હાલ 72 વર્ષની વયે દેશના પ્રધાનમંત્રી તરીકેની જીવન યાત્રાને ભરૂચ શહેરમાં પ્રદર્શની રૂપે પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી છે.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકો દેશના લોક લાડીલા અને વિશ્વભરમાં અદ્વિતીય લોકચાહના મેળવતા નરેન્દ્ર મોદીના બાલ્ય કાળથી લઈ હાલ દેશના સફળ સુકાની સુધીની યાત્રાથી વાકેફ થાય તે માટે આયોજન કરાયું છે.
ભરૂચ જ્યોતિનગરના જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાનના જન્મદિવસથી આ પ્રદર્શની ખુલ્લી મુકાઈ છે. જે આગામી 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલીકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતે આ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. સાથે જ અન્ય લોકોને પણ તે નિહાળવા આમંત્રણ આપી વડાપ્રધાનના જીવન પરથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.