ભરૂચ નગર પાલિકાની સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાતે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.
દોઢ વર્ષમાં આ જોખમી શોપિંગનો સ્લેબ તૂટી પડવાની ત્રીજી ઘટના બની છે. જોકે સદનશીબે કોઈ જાનહાની કે ઇજા નોંધાઇ નથી. ભરૂચ નગર પાલિકાની સામે આવેલ ડ્રિમલેન્ડ પ્લાઝા ખાતે પુનઃ એકવાર સ્લેબ તૂટી પડ્યો હતો.આ અગાઉ એપ્રિલ મહિનામાં બીજા માળની લોબી ધરાસાઇ થઇ હતી જેમાં દુકાનમાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા તેમને કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા આ બનાવ બનતા બિલ્ડરે ઉપરના ત્રણ માળનો ભાગ ઉતારી લઇ ને સંતોષ માળ્યો હતો પરંતુ આ ત્રણ માળ ઉતારતા નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનોમાં વરસાદનું પાણી આવતા ધંધાને નુકસાન થયેલ હતું
દુકાન માલિકોના જણાવ્યા મુજબ આ બિલ્ડરે લાઈફ ટાઈમ મેન્ટેનન્સના નામે અગાઉ થી જ રૂપિયા લઇ લીધેલ છે પરંતુ ૨૦ વર્ષ સુધીમાં આ બિલ્ડીંગ નું કોઈ પણ જાતનું સમારકામ કરેલ નથી આ બિલ્ડીંગ માં જે મટીરીઅલ વાપરવાંમાં આવ્યું છે તે એકદમ હલકી કક્ષાનું છે બિલ્ડર કૌશિક સિદ્ધિવાળા અને તેમના ભાગીદારો આ મિલકત માલિકોને કોઈ પણ જાતની મદદ કરવા તૈયાર નથી આ બિલ્ડીંગ ના દાદર પણ બિસ્માર હાલતમાં છે જ્યાં કોઈ જવા તૈયાર નથી આનાથી દુકાન ધારકો,ઓફિસો ના માલિકોને ધંધાનું ભારે નુકસાન સહન કરવું પડે છે.જો તંત્ર દ્વારા આ મિલકત માલિકોને યોગ્ય ન્યાય નહિ મળે તો તમામ મિલકત માલિકો અદાલતના દ્વાર ખખડાવશે .