
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે “SINGLE USE PLASTIC ” ના ઉપયોગ પર જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 5મી સપ્ટેમ્બરના રોજ યોજાયો હતો.
જેમાં શ્રીમતી માર્ગી મેડમ કે જેઓ (રીજનલ ઓફિસર અને હેડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ભરૂચ) સંજયવર્મા (ચેરમેન EAS) તુલસીપુરી ગૌસ્વામી, રાજેન્દ્રભાઈ ગાયકવાડ,સંતોષ વર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાનઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રીમતી માર્ગીમેડમે વક્તવ્ય રજૂ થયું હતું .
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને, પ્લાસ્ટિકની ખરાબ અસરો અંગે લોક જાગૃતિ લાવવાનો તેમજ પૃથ્વીને પ્રદૂષિત થતી અટકાવવાનો હતો. પ્લાસ્ટિકની બેગ સિવાય કાપડની થેલી, કાગળની બેગ અને વૃક્ષના પાનનો ઉપયોગ કરવાનું જણાવાયું હતું.