આજે સવારે ભરૂચના ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જતા રોડ ઉપર લકઝરી બસ અને બાઇક વચ્ચેના અકસ્માત ની ઘટના સર્જાઈ હતી. જે અકસ્માત માં બાકીના મોત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ થોડા સમય માટે તમામ વાહનો રોકી દઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.જોકે ઘટના બાદ તાત્કાલિક ભરૂચ પોલીસ ના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારે લકઝરી બસો અને ભારદાર વાહનો બેફામ બનીને અહીંયા થી બેરોક ટોક પસાર થાય છે,સાથે રસ્તા માં પણ ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માત ની ઘટનાઓ બનતી આવે છે,ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરતા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તંત્ર દ્વારા તાકીદે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર(બમ્પ) બનાવવા માંગ કરાય હતી.
જેમાં એક બાળકીના મોત અને પ્રજાનો આક્રોશ જોઇ તંત્રએ પણ તાકીદે આ સર્કલ ઉપર બમ્પ બનાવવા કામગીરી આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો તંત્ર દ્વારા પહેલા જ બમ્પ બનાવાયો હોત કો કદાચ આજે એક માસુમે જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત.