ગુજરાત રાજ્યનારાજ્યના આરોગ્ય વિભાગનો પાયો ગણાતી આશાવર્કર અને આશા ફેલીસીટર બહેનો પોતાની વેદના સાથે જિલ્લા પંચાયત ખાતે પ્લેબોર્ડ અને સુત્રોચ્ચાર સાથે દેખાવો યોજી તેમના પડતર પ્રશ્નો માટે ન્યાયની માંગ કરી હતી.
તેમણે ગુજરાત સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે સરકાર કાળઝાળ મોંધવારીમાં પણ અમને મામુલી ઇન્સેંટીવ આપી શોષણ કરે જ છે સાથે જિલ્લા પંચાયત પણ અમારૂ શોષણ કરવામાં પાછીપાની કરતું નથી. જિલ્લા પંચાયત દ્વારા મફતની કામગીરી કરવા બાબતે આશાવર્કર અને ફેલીસીટર બહેનોને માનસીક ત્રાસ અપાય છે. જો કામ કરવા ના પાડે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ પણ અપાય છે. માટે આજે મોટી સંખ્યામાં બહેનો ડીડીઓને રજૂઆત કરઈ ન્યાય માટે માંગ કરવા આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે જે કામગીરીનું ઇન્સેંટીવ મળશે તેજ કામગીરી કરાશે તેમજ ધમકીઓ આપી કામ કરવા માનસિક ત્રાસ આપતા અધિકારીઓ પર કડક પગલા ભરવા પડશે અને ૫૦ ટકાનો વધારો જે ૪ થી ૬ મહિનાથી નથી ચુકવાયો અને અન્ય કામગીરીનું મહેનતાણું ૨૦૧૭થી હજુ પણ નથી અપાયું તે તમામ ચુકવણા કરાય તેવી રજૂઆત સાથે માંગ કરી હતી.
આ અંગે બહેનો દ્વારા ડીડીઓ જાતે બહાર આવી તેમની રજૂઆત સાંભળેની માંગ કરાતા ડીડીઓ દ્વારા નનૈયો બણી માત્ર બે વ્યક્તિ જ આવી રજૂઆત કરો અને તે પણ તેમના ચેમ્બરમાં તેમ કહેતા બહોનોએ રામધુન બોલાવવાનું શરૂ કરી પંંચાયત પટાંગણ ગજવ્યું હતું.