
ભરૂચમાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ઉપરવાસમાંથી સતત છોડાઈ રહેલા સાડા પાંચ લાખ ક્યુસેકના પગલે નીચાણવાસ ભરૂચમાં પુરના પાણી હવે સમસ્યા સર્જી રહ્યા છે.
ભરૂચના પૂર્વ પટ્ટી ઉપર આવેલા નવા અને જૂના તવરાના ગ્રામજનો જુના ગામે બેટ ઉપર રહી ખેતી અને પશુપાલન કરે છે. નર્મદા નદીમાં પુરને પગલે બેટમાં પાણી ઘુસવા લાવતા પશુપાલકો અને ખેડૂતોએ પરિવાર સાથે સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે નાવડીઓમાં ઘરવખરી, પશુઓ સાથે આ લોકોએ બેટ પરથી દૂર ખસેડવાનું શરૂ કરી દેવાયું છે.