•ત્રણ-ચાર વર્ષ પહેલાંની વાત પરિવારોની MP એ પણ મુલાકાત લઈ ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા હોવાની નિખાલસ કબૂલાત

ભારતીય જનતા પાર્ટી ભરૂચના વરિષ્ટ આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ પણ સ્વીકાર કર્યો છે કે આદિવાસીઓને લોભ લાલચ આપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવે છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી 100 થી વધુ આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર બહાર આવ્યા બાદ BJP MP મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે, છેલ્લા 3 થી 4 વર્ષથી આદિવાસીઓના ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હતી.
તેઓ અન્ય સાથે આ પરિવારોની મુલાકાત લઈ તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન પણ કર્યો હતો. કાંકરિયા સાથે બીજા અન્ય ગામોનો પણ સંપર્ક કરી સાંસદે તેઓને સમજાવ્યા હોવાનું કહી રહ્યા છે. ગરીબ અને મજૂર આદિવાસીઓને સારા કપડાં, ઘર, મુંબઈ જેવા શહેરોમાં ફેરવી લોભ, લાલચ, પ્રલોભનો આપવામાં આવે છે. તેઓના મગજમાં ઠસાવી દેવાઇ છે કે, બધી જ સુખ સાહ્યબી મુસ્લિમ ધર્મમાં રહેલી છે.
સાંસદ મનસુખભાઇએ તમામ આદિવાસીઓને સાવધાન કર્યા છે, ગુજરાત સરકાર અને પોલીસ તો ધર્મ પરિવર્તન કરાવનારા લોકો સામે કાર્યવાહી કરશે પણ આદિવાસીઓએ તેમના બાપ દાદાનો ધર્મ છોડવો ન જોઈએ. તેમ અમે હાલ ગામે ગામ જઈ લોકોને સમજાવી રહ્યા હોવાનું સાંસદે અંતમાં કહ્યું હતું. લંડનથી ફન્ડિંગ કરી સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હોય જેમાં પેહલા કાંકરિયા ગામના એક આદિવાસી યુવક જેના મિત્રો મુસ્લિમ હોય તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જેને બાદમાં મૌલવી બનાવી દઇ મૌલવીના દરજ્જા વચ્ચે આ પ્રવૃત્તિને વેગ અપાયો હોવાનું પણ સાંસદે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here