ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી દેવાતા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ મંદિર ટ્રસ્ટના નામથી સાર્વજનિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી છે. આ ટ્રસ્ટ વર્ષ ૧૯૩૩ થી અસ્તિત્વમાં હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખાયું છે.

આવેદનમાં મુજબ દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલના ભરૂચના ટ્રસ્ટની જુદી જુદી ૬ મિલકતો હોવાનું જણાવ્યુ છે, શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલ ભરૂચના ટ્રસ્ટના પીટીઆરમાં જણાવ્યા મુજબના વિગત અને વર્ણન મુજબની મિલકતો ટ્રસ્ટના વહીવટમાં આવેલ છે. પરંતુ દેત્રાલ ગામે વર્ષ ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેઓના પત્નિ દેત્રાલ ગામના છેલ્લા ૨૫ વર્ષથી સરપંચ તરીકે છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચના તાલુકાના મહામંત્રી હોય તેમની ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલ હતી. જેથી સરપંચના પતિ તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી બોગસ કાગળો ઉભા કરી ગામસભામાં પોતાની તરફેણમાં ઠરાવ પસાર કરી દીધા હતા. તેમજ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યકિતગત હેસિયતે પોતાના નામે દાખલ કરી લીધી હતી અને ટ્રસ્ટમાં પણ પોતાના કુટુંબના મળતિયાઓને સભ્ય બનાવ્યા હતા. તથા ગેરકાયદેસર બગલો બાંધી લીધો હતો.

આવેદનપત્રમાં કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ અને સરપંચને બરતરફ કરવા સાથે જો તેમની માંગણી તાત્કાલીક પુરી નહીં કરાય તો આગામી દિવસોમાં દેત્રાલગામ અને ભરૂચ જિલ્લાના લોકોને આંદોલન કરવા ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here