અંકલેશ્વર યુનિયન બેંક લૂંટમાં ભરૂચ પોલીસે 5 લૂંટારું, 4 તમંચા અને રોકડા રૂ.37.79 કર્યા રિકવર

0
289
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડા અને ભરૂચ પોલીસને આપ્યા અભિનંદન

અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં બેંક ક્લોઝિંગ ટાઈમે બે બાઇક ઉપર 5 બુકાનીધારી લૂંટારું ત્રાટકયા હતા.બેંકના સ્ટાફ, ગાર્ડ અને લોકોને તમંચાની અણી એ બંદક બનાવી રૂ.44 લાખની લૂંટ ચલાવી તેઓ ભગવા જઈ રહ્યા હતા. જોકે બહાર કરીયાણું લેવા આવેલા સાયબર સેલના ધર્મેન્દ્રસિંહ ઝાલા એ હિંમતભેર લૂંટારુંને પડકાર્યા હતા.

પોલીસ કંટ્રોલ ઉપર લૂંટનો મેસેજ છૂટતા જ પહેલેથી જ રાતની ફાયરિંગની ઘટનામાં તપાસમાં રહેલા LCB પી.આઈ.કે.ડી. મંડોરા, પંચાણી, જે.બી. જાદવ, એમ.એચ. વાઢેર, જે.એન. ભરવાડ, શકોરિયા સહિતના એક્શનમાં આવી ગયા હતા. લૂંટારુઓએ તેમના ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પ્રતિકારમાં પોલીસના 2 રાઉન્ડ ફાયરિંગમાં જ એક લૂંટારું રાહુલકુમાર ઘવાયો હતો અને લૂંટના રૂ.22.54 લાખ સાથે ઝડપાયો હતો.

મીરાનગરમાં પોલીસના રાતે ચાલેલા સર્ચ ઓપરેશનમાં અન્ય 4 લૂંટારું રોહિત નવલ મંડલ, મનીષ નરેશ મંડલ, મુકેશ નવલ મંડલ અને દિપક સુબોધ સીંગને 4 તમંચા, બે બાઇક અને 5 મોબાઈલ સાથે લૂંટના અન્ય રોકડા 15.25 લાખ સાથે દબોચી લીધા હતા. સમગ્ર ઓપરેશન માત્ર 8 કલાકમાં પાર પડાયું હતું. હજી લૂંટના રૂ. 6.45 લાખ, આરોપીઓની વ્યક્તિગત સહિત ગુનાહિત કુંડળી, લૂંટ પાછળનું ઉદ્દેશ્ય અને સમગ્ર પ્લાન અંગે પોલીસ વધુ ઇન્ટ્રોગેશન કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here