અંકલેશ્વર GIDC વિસ્તારમાં ખુશ હાઈટસ વિઝનના પાર્કિંગમાં ફરીયાદી કાર મૂકીને નવું મકાન જોવા ગયા હતા. દરમિયાન કારના કાચ તોડીને ત્રણ અજાણ્યા ઈસમો કારમાં મુકેલા રૂ. 3.50 લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા હતાં.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક નિર્માણ પામી રહેલ ખુશ હાઇટસ માં અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ગુરૂવારે બપોરના 12 વાગ્યાના અરસામાં નવા મકાન જોવા ગયા હતા. જેમાં ફરીયાદી પોતાની કાર ખુશ હાઇટસના પાર્કિંગમાં પાર્ક કરીને ગાડી લોક કરીને ગયા હતા. ત્યારે ત્રણ જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાંચ તોડીને કારની અંદર બેગમાં મુકેલા હરેશ પટેલના રૂપિયા 3,50,000 ની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતાં.
હરેશ પટેલના એક કલાક બાદ નવું મકાન જોઈને પરત આવતા તેમની કારનો કાચ તૂટેલો હોય અંદર જોતા બેગમાં મુકેલા રૂ.3.50 લાખ નહિ મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.