
ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં બુધવારે મધરાતે ફાયરિંગની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગુરુવારે ધોળે દહાડે લૂંટ અને ફાયરિંગની વધુ એક ધટના સામે આવી છે. જેમાં ભરચક એવા પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકની શાખામાં 4 જેટલા લૂંટારુઓએ તમંચાની અણી એ લૂંટ ચલાવી હતી.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લૂંટારુઓને પડકાર્યા હતા. લૂંટારુઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જેમાં એક લૂંટારું ઝડપાઇ ગયો હોવાના હાલ બિનસત્તાવાર અહેવાલ સાંપડી રહ્યા છે.
આ ઘટના બાદ તુરંત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત નો કાફલો દોડી ગયો હતો. હાલ પોલીસે ઠેર ઠેર નાકાબંધી, ચેકીંગ સફહે4 લૂંટારુઓને ઝબ્બે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જવાબી ફાયરિંગમાં એક લૂંટારું ઘવાયો હતો. જિલ્લા પોલીસ દ્વારા ₹22.70 લાખ, ત્રણ દેશી કટ્ટા અને એક ઘવાયેલા લૂંટારુંને ઝડપી લેવામાં આવ્યો છે.