
નેત્રંગના ફૂલવાડી ગામે પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવતા આસપાસના ગ્રામજનો અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે આવેલ પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમા તસ્કરો પ્રવેસ કરી શાળાનાં સીન્ટેક્ષ ફાયબરના બનાવેલ ઓરડાના દરવાજાના લોક તોડી ઓરડામાં રાખેલ એક એલ.જી.કંપનીનું ૨૪ ઇંચનું એલ.ઈ.ડી. ટીવી અને રીસીવર મળી કુલ રૂપિયા ૧૩,૦૦૦/-, હાર્મોનિયમ રૂપિયા ૧૫,૦૦૦/- અને હવા પુરવા માટેનો નાનો પંપ રૂપિયા ૪૦૦/-મળી કુલ રૂપિયા ૨૮,૪૦૦/- નાં સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ ચોરી અંગે શાળાના આચાર્યએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદી નોંધાવતા હાલ તો નેત્રંગ પીએસઆઇ એસ.વી ચુડાસમાએ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
- ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ