આમોદ તાલુકાના માતર ગામમાં ગત રોજ બેંકમાં કામ અર્થે ગયેલા યુવાનનો પગ લપસી જતાં ગામના તળાવમાં ડૂબી ગયો હતો.જે બાબતે ગામના આગેવાને તંત્રને જાણ કરતા આમોદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામના ટેકરા ફળિયામાં રહેતો રણજિત શાંતિલાલ વસાવા અને રમેશ લલ્લુ વસાવા સિગ્મા કોલેજમાં આવેલી સેન્ટ્રલ બેંક આવેલી છે છોકરીઓની શિષ્યવૃતિ જમાં થતાં તેઓ બને ઘરમાં રૂપિયાની જરૂર પૈસા ઉપાડવા ગયા હતા.પરંતુ બેંકનું સર્વર ડાઉન હોય પૈસા ઉપાડી શક્યા નહોતાં. અને તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર પરત આવતા હતા ત્યારે રણજીત વસાવાનો પગ લપસી જતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.જેથી ગામના સ્થાનિક તરવૈયા તેઓને બચાવવા માટે શોધખોળ આદરી હતી. પરંતુ સફળતા મળી નહોતી. તેમજ ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો ફોર્સ પણ વધુ હોય લાશ શોધવામાં સફળતા મળી નહોતી. ત્યારે ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ રાજ તથા સરપંચ ઇરફાનભાઈ ઉઘરાતદારે તંત્રને જાણ કરતા એસ.ડી.આર.એફ.વાલીયાની ટીમ આવી પહોંચી હતી.અને મૃતક યુવાનની શોધખોળ આદરી હતી.
જો કે પાણીનો વહેણ વધુ હોય સફળતા મળી નહોતી ત્યારે આજે પણ એસ. ડી.આર.એફ.વાલીયાની ટીમ ફરીથી આવી મૃતક યુવાન રણજિત વસાવાની લાશને શોધવા કવાયત હાથ ધરી હતી.આમોદ તાલુકાના માતર ગામે તળાવમાં યુવાન ડૂબી જતાં આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલ આમોદ પી.એસ.આઇ. જે.જી. કામળિયા, આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમની ટીમ સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતાં.તેમજ ગામના તલાટીએ સ્થળ પંચનામું કર્યું હતું.