ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ ઝાડેશ્વર ખાતે શાળાના વિધાર્થીઓ દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ ક્લબ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
જેમા ધોરણ ૧ થી ૩ ના વિધાર્થીઓમાં પણ વિવિધ કૌશલ્યોનાં વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ રાખવામાં આવી. જયારે ધોરણ ૪ થી ૧૦ ના વિધાર્થીઓને ચાર ગૃપમાં વહેંચવામાં આવ્યા અને તેમના દ્વારા નાટ્ય પ્રવૃત્તિ, વિજ્ઞાન પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ તથા કલા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. વિધાર્થીઓમાં રમતો દ્વારા ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં કૌશલ્ય પ્રદાન થાય તે હેતુથી આ એક ઉમદા પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવ્યો.
શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકો આ ક્લબ ને શરૂ કરવા માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. શાળા ના મેનેજીંગ ડાયરેકટર પ્રવિણભાઇ કાછડીયાએ આ પ્રવૃત્તિ દ્વારા વિધાર્થીઓ સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડે તે માટે તેમનું અભિવાદન કર્યું હતું.