
આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં ઉજવાઈ રહેલી આઝાદીકા અમ્રુત મહોત્સવ અંતર્ગત અને નેશનલ ઈન્ટ્રીગેશન કાર્યક્રમ અનુસંધાને કૌશલ્ય વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં મદયસ્થ ખંડ ખાતે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન સાથે ગ્રુપ ડાન્સ અને સ્ટ્રીટપ્લેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધકોમાં કોશલ્યતાનાં ગુણો ખીલે, કોશલ્ય થકી પોતાનું અને કુટુંબનું જીવનસ્તર સુધારવા, સમયબધ્ધ તાલીમ પ્રાપ્ત કરી ધંધો, વ્યવસાય, સ્વરોજગાર કે નોકરી દ્વારા રોજગાર પ્રાપ્ત કરી શકે અને પોતાનાં જીવના ધ્યેય પાર પાડી શકે સાથે સાથે સમાજમાં જન સમુદાયને દરેક ક્ષેત્રે જાગ્રુત કરી શકે અને પોતાના સમાજનાં અને દેશનાં હિતમાં કાર્ય કરી શકે. સ્પર્ધકો , તાલિમાર્થી બહેનોએ એકએકથી ચઢિયાતી ફેન્સી ડ્રેસની ઝલકો રેમ્પ ઉપર રજુ કરી ત્યારબાદ ગૃપ ડાન્સ અને શેરીનાટકનાં વિવિધ કાર્યક્રમો થકી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમમાં મહેમાન પદે આ સંસ્થાનનાં વાઈસ ચેરમેન શ્રીમતિ પ્રિતીબેન દાણી , શ્રીમતિ રશ્મિબેન જોષી (બોર્ડ મેમ્બર) અને ફસ્ટ લેડી અંકલેશ્વરનાં પ્રમુખે સ્પર્ધામાં પ્રથમ , દ્રિતીય તથા તૃતીય ક્રમે આવનાર ત્રણેવ વિભાગનાં સ્પર્ધકો 1. રાણા કોમલ 2. શેખ ગોસિયા 3. સોલંકી જાગૃતિ ટ્રોફી તથા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે બાકિનાં તમામ સ્પર્ધકોને પણ ભાગ લેવા બદલ પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા. ભવ્ય કાર્યક્રમનાં આયોજન બદલ નિયામક ઝૈયનુલ આબેદીન સૈયદે સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતિ હેતલબેન પટેલે કર્યું હતું. કાર્યક્રમની સમાપ્તીમાં રિસોર્સ પર્સન શ્રીમતિ અર્પિતા રાણાએ આભાર દર્શન કર્યું હતું.