
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતીઓ અટકાવવાના હેતુથી આપેલ સુચના અન્વયે ગત તા.૧૯/૦૬/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં આવેલ ભઠીયારવાડ, કસાઈવાડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ થાય છે.
જે બાતમી આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી સર્ચ કરતા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ પશુમાંસ કુલ વજન-૮૭૫ કીલોગ્રામ તથા અલગ અલગ સાધનો મળી આવેલ આ શંકાસ્પદ પશુમાંસમાંથી એફ.એસ.એલ. પૃથકરણ કરાવતા જે ગૌમાંસ હોવાનું ફલીત થયેલ જે બાબતે ગુનોઓ રજીસ્ટર કરી રેઈડ દરમ્યાન મળી આવેલ ગૌમાંસના કબ્જા/દુકાન ધારકોને ગુનાહિત પ્રવૃતિઓ કરવા બદલ આજરોજ ૬ આરોપીઓમાં
(૧) ગુલામ મુર્તુઝા મહમંદ કુરેશી ઉ.વ ૬૭ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદ પાસે ભરૂચ(૨) ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા નુરમહંમદ કુરેશી ઉ.વ ૬૫ રહે,મ.નં.ઇ/૨૪૪૦ રજા મસ્જિદ સામેભઠીયારવાડ ભરૂચ.(૩) અખ્તર ઉર્ફે કાલુભાઈ ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા કુરેશી ઉ.વ ૪૦ રહે, રજા મસ્જિદ સામે ભઠીયારવાડ ભરૂચ(૪) ઉવેશ ઉસ્માન ગની મહંમદ કુરેશી (નમાજી) ઉ.વ ૩૦ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદની સામે ભરૂચ(૫) અનવરહુસેન ઇબ્રાહીમ કુરેશી ઉ.વ ૪૫ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદની પાછળ કસાઇવાડ ભરૂચ(૬) ઇમરાન રહેમાન કુરેશી ઉ.વ ૩૬ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદની પાછળ કસાઇવાડ ભરૂચને હસ્તગત કરી ઈ.પી.કો. કલમ-૪૨૯ તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની કલમ-૧૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ-૦૬ આરોપીઓને અટક કરેલ છે. જ્યારે આ ગુનામાં સીદ્દીક નુરમહમદ કુરેશી રહે, કમેલાની પાછળ ભઠીયારવાડ, ભરૂચ તથા તપાસ દરમ્યાન નિકળે તે આરોપીઓને પકડવા કવાયત હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ સંદર્ભે ભરૂચ નગરપાલીકા તથા ભરૂચ શહેર “બી”ડીવીઝન પોલીસ દ્વારા આવી અસામાજીક પ્રવતિવાળી દુકાનો ને સીલમારવા માટે તજવીજ કરવામાં આવનાર છે. તેમજ ભવિષ્યમાં આવી અસામાજીક પ્રવતિઓ ન બને તે માટે ભરૂચ પોલીસ કટીબધ્ધ બની છે.