
પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને અપાવ્યુ છે. આઝાદીની લડત દરમ્યાન મહર્ષિ અરવિંદ અને સ્વામિ વિવેકાનંદે લોકોને આદયાત્મિક અને યોગના માદયમ થકી વિશ્વ શાંતિને સંદેશો આપ્યો. જેને પ્રચાર પ્રસાર માદયમો થકી વેગવંત બનાવવા આજ રોજ અત્રેની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા તેનાં સબ સેંન્ટર્સ સામોર, ઈલાવ, ઓચ્છણ ખાતે આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી ભારત સરકાની સુચના અને માર્ગદર્શન મુજબ “આઝાદીકા અમ્રુત મહોત્સવ હેઠળ, યોગ નિષ્ણાંતોની હાજરીમાં આ ૮ માં યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.
કાર્યક્રમમાં અંકલેશ્વરની રામક્રિષ્ણ સ્વામિ વિવેકાનંદ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી સબ સેન્ટર્સ સામોર ખાતે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ. ઔચ્છણ અને ઈલાવ ખાતે શ્રીમતિ મીનાબેન પુરોહિત અને જીમીબેન પટેલે પણ “સ્કીલ ઈંન્ડિયા કૌશલ ભારત કુશળ ભારત ને યથાર્ત કરવા આજના યોગ દિવસમાં તેને સાંક્ળી ભવ્ય ઉજવણી કરી.ભરૂચ હેડ કવાર્ટસ ખાતે નિયામક ઝૈયનુલ આબેદીન સૈયદનાં માર્ગદર્શન થકી યોગા નિષ્ણાંતોનાં સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સફ્ળતાથી આયોજીત કરાઈ.
કાર્યક્રમમાં લાભાર્થી ભાઈ-બહેનો સ્ટાફ ગણ અને અન્ય આમંત્રિતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. લાઈવલી હૂડ કો-ઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કઠોલીયાએ ગ્રુપ સંદેશા અને પ્રચાર પ્રસાર માદયમ થકી સ્વાસ્થ્ય માટે યોગાનુ મહ્ત્વ અને સ્કીલ ઈંન્ડિયા સંબંધે સમાજમાં લોક સમુદાયમાં જાણકારી આપી જન જાગ્રુતિ ફેલાવી અંતમાં યોગા એક્ક્ષ પર્ટ, ફિટેસ્ટ પર્સન વિજેતાઓ અને ઉત્તમ કામગીરી અદા કરનાર ૧.રાઠોડ સોનલબેન ૨. કાગદી આફરીન ૩. પઠાણ સફીનખાન ૪. વસાવા નેહા ટ્રેનર કું પરમાર દિવ્યાબા રાજેંન્દ્ર્સીંહને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. હાજર સહભાગી તમામનો નિયામકે અંત:પૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.