૨૧ મી જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં  આ દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામ શહેરમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં આવે છે.ચાલુ સાલે આઠમાં વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામા આવી રહી છે.

જે અંતર્ગત જંબુસર ખાતે પણ વિશ્વ યોગ દિન નિમિત્તે તાલુકા કક્ષાનો સરસ્વતી વિદ્યાલય ખાતે પ્રાંત અધિકારી એ કે કલસરિયાની ઉપસ્થિતિમાં  જ્યારે નગરપાલિકાનો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીની ઉપસ્થિતીમા યોગ દિનની ઊજવણી  યોગ થકી કરવામાં આવી હતી.  યોગ દિન નિમીત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિડીયો દર્શન દ્વારા લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

યોગ આધ્યાત્મિક કેન્દ્રમાં દેખાતી હતી આજે વિશ્વના ખૂણે ખૂણે દેખાય છે યોગ એક વૈશ્વિક પર્વ બની ગયું છે  કોઈ વ્યક્તિ માત્ર નથી એ સંપૂર્ણ માનવ માત્ર છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે આજે  ૭૫ શહેરોમાં ઐતિહાસિક સ્થળો પર યોગ થઈ રહ્યો છે ભારતનો ઈતિહાસ સાક્ષી રહે.

જંબુસર ખાતે યોગ દિનની ઉજવણીમાં યોગ ટ્રેનર અર્ચિતા પુરાણી દ્વારા આસન અને પ્રાણાયામ કરાવાયાં હતાં.યોગનું વ્યસન થવુ જોઈએ પહેલું સુખ તે જાતે નર્યા સુખી થવા માટે શરીર અને મન તંદુરસ્ત હોવું જોઈએ  તે માટે એક જ રસ્તો છે યોગ.આપણે સંકલ્પ કરીએ રોજ યોગને અપનાવીએ તો યોગ દિન સાર્થક ગણાશે તેમ નાયબ કલેકટર એ કે કલસરિયા દ્વારા જણાવાયું હતું.

યોગદિન ઉજવણીમાં મામલતદાર એ જે વસાવા, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા, મેડીકલ સ્ટાફ,હોમગાર્ડ, પોલીસ જવાનો ,ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા, વિવિધ શાળાના શિક્ષકો બાળકો સહિત અગ્રણીઓ નગરજનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here