ભરૂચમાં પોલીસ જવાનોએ કર્યા ફ્લોટિંગ યોગ

0
83

દેશભરમાં લોકો મેદાન, બાગ-બગીચા, જાહેર સ્થળો પર એકઠા થઈને યોગ દિવસની ઉજવણી કરતાં નજરે પડ્યા છે. ત્યારે ભરૂચ પોલીસ દ્વારા આ યોગ દિવસની તદ્દન જુદી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે કોઈ મેદાન, બગીચા કે સ્થળ પર નહીં પરંતુ નદીમાં યોગ દિવસની ઉજવણી કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટિલના માર્ગ દર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. મહત્વનું છે કે ભરૂચ પોલીસે નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ ઉપર યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરી છે. ભરૂચ પોલીસનો યોગ દિવસની ઉજવણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહત્વનું છે કે ડ્રોન કેમેરા દ્વારા ભરૂચ પોલીસના યોગા દિવસની ખાસ ઉજવણીના દ્રશ્યો કેદ કરાયા હતા. આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here