
ગ્રામ્ય લેવલે પોષણની સેવાઓનો વ્યાપ વધારવા અને પોષણ સેવાઓની ગુણવત્તા સુધારવા જંબુસર તાલુકાના સરપંચોનો તાલીમ કેમ્પ અણખી ગાંધીઆશ્રમ ખાતે યોજાયો હતો.
જિલ્લા પંચાયત ભરૂચના આદેશ અનુસાર તાલુકા પંચાયતના માર્ગદર્શન હેઠળ અલાઇવ અને થ્રાઇવ સંસ્થા દ્વારા ફોર ક્લાઉન્સ સંસ્થાના સહયોગથી બે દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રોજેક્ટ કોર્ડીનેટર જીગર ભાઈ બ્રહ્મભટ્ટ ,હરગોવન પટેલે ઉપસ્થિત રહી તાલુકાના સરપંચોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તાલુકાના ગામોમાં બાળકો અને માતાનું પોષણ આરોગ્ય સારું બને તેમજ આંગણવાડી અને આરોગ્ય લક્ષી સેવાઓ લાભાર્થી સુધી પહોંચે તે માટે તાલીમ કેમ્પ યોજાયો હતો.નૅશનલ હેલ્થ ફૅમિલી સર્વે મુજબ બીજા તાલુકાની સરખામણીમાં કુપોષણ વિચારવા યોગ્ય છે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા સરકારે કમરકસી છે છેવાડાના ગામની માતા કે બાળક કુપોષણ યુકત ન રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી કુપોષણ મુક્ત કરવા પ્રયત્નો હાથ ધરાયા છે.
પોષણની સેવાઓનો વ્યાપ ગ્રામ્ય વિસ્તાર સુધી વધે અને પોષણની સેવાની ગુણવત્તા સુધારવા ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની સક્રિય ભાગીદારી અંગે સવિસ્તાર માહિતી આપી અને પોષણ સેવા મજબૂત બનાવવા જણાવ્યું હતું ટ્રમ્પ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટમાં પોષણ મુદ્દાઓનો સમાવેશ કરી જરૂરી સંશોધન કરી સમાવેશ કરાય ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ સક્રિય બને તે માટે ઓડિયો વીડિયો વિજ્યુલ દ્વારા સંપૂર્ણ માહિતી થી માહિતગાર કર્યાં હતાં.બે દિવસીય કેમ્પમાં સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર