જંબુસર નગરમા પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણીના નિકાલ માટે નગરના કાંસ સાફ કરાવામા આવ્યાં હતાં. તેમ છતાંય વરસાદની સામાન્ય એન્ટ્રી માત્રથી જ નગરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જ્ળબંબાકારની સ્થીતીનું નિર્માણ થવા પામ્યું હતું.
આજે સવારે વરસાદની એન્ટ્રી થતાં જ જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. જેને લઇ રાહદારીઓ વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના પગલે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરી માત્ર ફોટો સેશન હોય તેમ પોકળ સાબીત થઈ હતી. સ્થાનિકો દ્વારા સત્વરે જંબુસર નગરના વરસાદી કાંસની સફાઇ યુદ્ધના ધોરણે કરાય જેથી પ્રજાને આ ચોમાસે પાણી ભરાવા તેમજ તેના પગલે ગંદકીનો સામનો ના કરવો પડે તેવી લોકમાંગ ઉઠવાપામી છે.
સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર