ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં સ્થાનિકો દ્વારા વિરોધ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય ન્યાય કરવા માંગ કરાઇ હતી.
આવેદનમાં ઉલ્લેખાયું છે કે, ભરૂચનો ધોળીકુઇ વિસ્તાર એક હિંન્દુ વિસ્તાર છે. અહીં અશાંતધારો લાગુ પડે છે. આ વિસ્તાર માં બે હિન્દુ વ્યક્તિ ની જમીન વેચાઇ ને ત્યાં કોમ્પલેક્ષ ઉભુ કરવા માં આવેલ છે. તેનો સિટી સર્વે નં ૭૦૪ છે. આ સર્વે નંબર ઉપર સહજાનંદ કોમ્પલેક્ષ બનેલ છે.જે કોમ્પ્લેક્ષ માં દુકાન નં.જી-૧૪ જે લધુમતી કોમના વ્યક્તિને વેચાણ કરેલ છે. જેનું નામ ઇશાકભાઇ નુરભાઇ કાપડીયા છે.
આ દુકાન ની બાજુ માં ભરૂચ નો સોથી મોટો ઉત્સવ ગણાતા છડી નોમ ની બે છડી ઓ મુકવા માં આવેલ છે. તેમજ ત્યાં બીજી બાજુ અંબાજી માતા નું મંદીર આવેલું છે. જ્યાં માતાજી ના નવરાત્રીના ગરબા,હવન, પૂજ પાઠ કરવામાં આવે છે. વળી ત્યાં જ છડી પણ નચાવવા માં આવે છે.જતા દિવસે ધોળીકુઇ વિસ્તાર માં કોમી તોફાન થવાની આશંકા છે. જેથી કરી ને લોકોના જીવ ને થતું નુકશાન અને તોફાનો અટકી શકે માટે આ વિસ્તારમાં અશાંતધારા નો અહી ચુસ્ત પણે અમલ કરી યોગ્ય પગલા તાત્કાલીક ધોરણૅ લેવા માંગ કરી છે.