જંબુસર નગરપાલિકા કચેરી શહેરથી દૂર બનાવવાના કામે ઠરાવ કરવામાં આવતા નગરના સ્થાનિકોએ રાજયપાલ અને મુખ્યમંત્રીને ઉદ્દેશી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
જંબુસર નગરના મુસ્લીમ સમાજ અગ્રણીઓ પ્રાંત કચેરી ખાતે એકત્ર થઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં યુસુફખાન પઠાણ, સમીરભાઈ મલેક, હમીદભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.
પાલિકા દ્વારા તારીખ ૭/૧/૨૨ ના રોજ ખાસ સામાન્ય સભામાં જંબુસર નગરપાલિકાને શહેરથી દૂર બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો જે જાહેરહિતને નુકશાન કરવાના આશયથી કરેલ છે નગરપાલિકા કચેરી જે જગ્યાએ બનાવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે તે જગ્યાએ હાલમાં ભૂગર્ભ ગટર યોજનાનું પંપીંગ સ્ટેશન કાર્યરત છે શહેરના વિવિધ વિસ્તારોના પાંચ કિલોમીટર દૂરના અંતરે જાહેર આરોગ્યને હાનિકારક જગ્યા ઉપર સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે નવા સંકુલની બિલ્ડીંગ બનાવવા જઈ રહ્યાં છે તે અટકાવી શહેરની પ્રથમ પુનરાવર્તિત વિકાસ નકશો સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે તે જગ્યાએ નવી કચેરી સંકુલ બનાવવામાં આવે, સદર ઠરાવની અમલવારી થાય તે માટે શહેરના નાગરિકો દ્વારા પ્રાદેશિક કમિશનરની અપીલ કરવામાં આવેલ છે.
નગરપાલિકાની નવી બિલ્ડીંગ વહીવટીતંત્ર દ્વારા વિકાસ નકશાની રિઝર્વેશન કરેલી જગ્યામાં બનાવવા તે નિયમ મુજબ કાર્યવાહી કરવા છતાં સત્તાધીશો પોતાની મનમાની કરી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આશરે ત્રણ કરોડ જેટલી રકમને ગેરકાયદેસર રીતે વેડફવા પ્રયાસ કરી રહ્યાં છે.જંબુસર નગરના છેવાડાના વિસ્તારોના જનતાની ફરિયાદો આજે પણ મૃત અવસ્થામાં છે છેવાડાના સામાન્ય વ્યક્તિને સરકારની મહત્તમ યોજનાઓનો લાભ મળે સત્તાધીશોની નવી નગરપાલીકા કચેરી બનાવવાની કામગીરી સ્થગિત કરી જાહેર હિતને ધ્યાને લઈ આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે નુકશાન કરનાર જગ્યા ઉપર નવીન કચેરી બનાવવામાં ન આવે તેવી માંગણી આવેદનપત્રમાં જણાવી હતી.આ સહિત આ લાગણી અને માગણી નગરપાલીકા દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેણે જણાવ્યુ હતુ આવેદનપત્ર આપવા જંબુસર શહેર નાગરિકો હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર