ફોર વ્હીલ ટેમ્પાના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી હાથલારી ચાલકને અડફેટે લેતાં હાથલારી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું મરણ થયું હતું બનાવ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સવારના ૬/૩૦ થી ૭ ના અરસામાં કાલુભાઇ અહેમદભાઈ ગોરી જો હાથલારી દ્વારા મહેનત મજુરી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે.કાલુભાઇ ગોરી દરરોજના નિયમ મુજબ હાથલારી લઈ લારીમાં કેરી ભરી રોજગાર અર્થે ડેપો તરફ જતા હતા તે સમય દરમ્યાન એસટી ડેપો રિંગરોડ પર એક ફોર વ્હિલ ટેમ્પો ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી લાવી કાલુભાઇ અહેમદ ભાઈ ગોરી તથા લારી સહિત ધડાકાભેર ટેમ્પો અથાડતાં કાલુભાઇ ગોરીને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર કરી હતી.
ગંભીર ઈજાઓને લઈવધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરે કાલુભાઇ ગોરીને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે શબ્બીરભાઇ મહંમદભાઇ દીવાને જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ સંદર્ભે પીઆઈ કેવી બારીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર