હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના પ્રાણાધાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પ્રાગટયોત્સવની ભક્તિસભર હૈયે ઉજવણી કરવામા આવી છે.જે અંતર્ગત જંબુસર આત્મીય સત્સંગ મંડળ દ્વારા જાંબુ બ્રાહ્મણ ની વાડી ખાતે ભક્તિભાવપૂર્વક હરિપ્રસાદ સ્વામીના જન્મોત્સવની રંગેચંગે મંડળ અગ્રણી મકનજી પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી સભા ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવી હતી.

સ્વામીજીના જન્મોત્સવ સભાનો  શ્લોક ધૂન અને દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો ત્યારબાદ સષ્ટ મૂર્તિનું ઉપસ્થિત મંડળ અગ્રણીઓ ભક્તોના હસ્તે અનાવરણ કરી પૂજા કરવામાં આવી હતી.સભામાં આજનો દિવસ કેવો છે.સોના કરતાં મોંઘો છે, તથા સ્વામિનારાયણ ધૂન પર સૌ હરિભક્તો સંગીતના સથવારે ઝુમી ઉઠ્યાં હતાં.

જન્મોત્સવ સભા પ્રસંગે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પ્રેરક પ્રસંગો સહીત પ્રબોધ જીવન સ્વામીનું જીવન તથા તેમનું હરિભક્તો સાથે માવતરનો સંબંધ તે અંગે પ્રસંગો જણાવ્યાં હતાં પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીના જીવનમાં દાસત્વ , ત્યાગમૂર્તિ સહિત ગુણોનું કથાવાર્તા દ્વારા  ઉપસ્થિત આત્મિય સ્વજનોએ દર્શન કરાવ્યું હતું અને હરિપ્રસાદ સ્વામીના જન્મોત્સવની કેક કટિંગ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે અમરભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અનિલભાઈ ગાંધી, રાજુભાઈ ગાંધી, કમલેશભાઈ ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી કૌશલ્યાબેન દુબે, ધનુબેન ગાંધી સહિત મોટી સંખ્યામાં આત્મીય સ્વજનો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here