
નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “આટખોલ ગામની સીમમાં આવેલ અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરનાં પુર્વ તરફ સામેની દિશાએ કોતરડીની બાજુમાં આવેલ ખેતરનાં છેડા ઉપર આવેલ લીમડાનાં ઝાડ નીચે આટખોલ ગામનો વિનોદભાઇ પ્રતાપભાઇ વસાવા તથા કોયલીમાંડવી ગામનો અરવિંદભાઇ દેવજીભાઇ વસાવા નાઓ મળીને સંયુક્ત રીતે આજુબાજુ ગામનાં તથા રાજપીપળા તથા ડેલી પીઠોર ગામના બહારનાં વિસ્તારનાં ઇસમોને બહારથી બોલાવી ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી રેઈડ કરતા કુલ-૦૪ આરોપી (૧) વિનોદભાઇ પ્રતાપભાઇ હિરજીભાઇ વસાવા ઉ.વ.૩૫ રહે.આટખોલ, હનુમાન ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) રઉફભાઇ ઇબ્રાહિમિભાઇ ઉસ્માનભાઇ કાગજી ઉ.વ.૫૧ રહે.નેત્રંગ, જવાહર બજાર, ચાર રસ્તા, તા.નેત્રંગ,(3) નરેશભાઇ મણીલાલભાઇ હિરાભાઇ વસાવા ઉ.વ.૩ ૨ રહે.મોતીયા, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૪) દિપકભાઇ શીવભાઇ અમરસીંગભાઇ વસાવા ઉ.વ.૨૩ રહે.નેત્રંગ, લાલ મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ સ્થળ પરથી પકડાઈગયા હતા.
પોલીસે ચારેવ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬૯૩૦/-તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૬૭૯૦/- મળી કુલ રોકડા રૂ.૧૩૭૨૦/-તથા કુલ મોબાઇલ ફોન નંગ.૨ કુલ કિ.રૂ.૭૦૦૦/-તથા મોટર સાયકલ નંગ-૫પ કિ.રૂ.૨,૩૦,૦૦૦/- કુલ કિ.રૂ. ર,૫૦,૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે સ્થળ ઉપરથી ફરાર ૯ આરોપી (૧) મેહબુબસા ઇસ્માઇલસા દિવાન રહે.નેત્રંગ, લાલ મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) કૈયુમ મેહબુબ શેખ રહે.રાજપીપળા (૩) અમઝદ જીનુભાઇ શેખ હાલ રહે.દેડીયાપાડા મુળ રહે.વડોદરા (૪) પિન્ટુભાઇ રવીલાલભાઇ વસાવા રહે.પિઠોર, ખાડી ફળીયુ, તા.વાલીયા, જી.ભરૂચ. (૫) કમલેશભાઇ નવલભાઇ વસાવા રહે.જુની નેત્રંગ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૬) શૈલેષભાઇ પ્રતાપભાઇ વસાવા રહે,આટખોલ તા.નેત્રંગ જી.ભરૂચ(૭) વિઠ્ઠલભાઇ રતનીયાભાઇ વસાવા રહે.પીંગોટ તા.નેત્રંગ જી.ભરૂચ(૮) દિલીપભાઇ ગેમલભાઇ વસાવા રહે.પીઠોર, તા.વાલીયા, જી.ભરૂચ(૯) દિલીપભાઇ રહે.પિઠોર જેનુ પુરૂનામ ખબર નથી ને વોંટેડ જાહેર કર્યા છે.