દેડીયાપાડામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન

0
98

દેડીયાપાડામાં આજે પ્રાંત અધિકારી અનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડા ના ચાર રસ્તાથી સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા સુધીના દબાણો સંપૂર્ણ સાફ કર્યા હતા, જેમાં રોડ માર્જીન થી 12 ફૂટ સુધીના દબાણો ઓટલા, શેડ દૂર કર્યા હતા.

દેડીયાપાડા માં સિવિલ હોસ્પિટલનો રોડ કે જૂના મોસદા રોડ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો હતા આ રોડ પરથી એમ્બ્યુલન્સને પણ જવાનો રસ્તો નહોતો મળતો ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જ દેખાતા જેથી આ  મુદ્દો સંકલન સમિતિની મિટિંગમાં પણ ચર્ચા સાથે ફરિયાદ પણ થઈ હતી અને આર એન્ડ બી ના વિભાગ દ્વારા પણ અગાઉ બે થી ત્રણ વખત નોટિસ ફટકારી હતી પરંતુ દુકાનદારોએ ધ્યાનમાં લીધી ન હતી.

જેથી આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો આ રોડ સરકારી ગાડીઓની અને પોલિસની ગાડીઓની લાઈન સાથે ત્રણ થી ચાર બુલડોઝર સાથેની ટીમ સવારથી જ એક્શનમાં આવી હતી સવારે 9:00 વાગ્યા થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો ચિંતાતુર નજરે દેખાઈ રહ્યા હતા વેપારીઓમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઇ હતી.

આ મેગા ડીમોલેશન માં દેડિયાપાડાના પ્રાંત અધિકારી અનિલ ઉકાણી, મામલતદાર ઇન્ચાર્જ એમ ડી છાકત પી.એસ.આઇ વસાવા, સી.પી. આઈ ચૌધરી,વિજકંપનીના ડેપ્યુટી ઇજનેર વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના ઇજનેર સી.એન.રોહિત,સહીત આર એન્ડ બી ના અધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ અધિકારીઓની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મેગા ડેમોલેશન કાર્ય હાથ ધર્યું હતુ.

આ બાબતે દેડીયાપાડા પ્રાંત અધિકારી અનિલ ઉકાણીએ જણાવ્યું હતું કે એડીયાપાડા મોસદા રોડ ઉપર ખૂબ ટ્રાફિક જામ રહેતો હતો વ્યાસ આજ રોડ પર સરકારી દવાખાનું પણ આવેલો છે ત્યાં હોસ્પિટલ સુધી 108 પહોંચવાનું પણ મુશ્કેલી પડતી હતી જેના કારણે અવારનવાર સંકલન સમિતિમાં આ બાબતે ફરિયાદ થતી હતી અને ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી આજે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા(નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here