
દહેજ પોલીસ ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળેલ કે, વડદલા ગામે રોયલ રેસીડન્સી જવાના રોડની સામે મારૂતી સુઝુકી કંપનીની બે ફોરવ્હીલ ગાડી રોડ ઉપર રાખી બાવળીયાની પાછળ ખુલ્લી જગ્યામા કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.
જેથી મળેલ બાતમી આધારે ખાનગી વાહનમાં બેસી બાતમીવાળી જગ્યાએ પોલીસ ટીમે છાપો મારતા કેટલાક ઇસમો કુંડાળુ વળી પત્તા પાના વડે જુગાર રમતા મળ્યા હતા. પોલીસે જગ્યા ઉપરથી બે ઇસમો ઈમ્તીયાજ અનવરભાઈ કુરેશી ઉ.વ-૩ર રહે-મકવાણા ફળીયુ વડદલા તા.વાગરા જી ભરૂચ અને ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઉ.વ-૩૨ રહે મકવાણા ફળીયુ વડદલા તા.વાગરા જી ભરૂચ પકડાઇ ગયા હતા.
પોલીસે પકડાયેલા ઇસમોની અંગ ઝડતી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ.૧,૬૪,૮૨૦/- મુદ્દામાલ કબ્જે કરી બંન્નેવ આરોપી વિરૂધ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી છે.