
- જયાં સુધી સમાજને આગળ નહીં લાઇ જાવ ત્યાં સુધી શાંતીથી નહીં બેસું- રાજ શેખાવત, કરણીસેનાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ
ગુજરાતના રાજકારણમાં હવે કરણીસેના પણ શક્તિ પ્રદર્શન કરશે, ભરૂચ ખાતે રાષ્ટ્રિય ઉપાધ્યક્ષના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદયોજાઇ હતી.
ભરૂચની એક હોટલમાં કરણી સેનાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદ માં કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે હાજરી આપી હતી. ઉપરાંત દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર સિંગ રાજાવત, દ.ગુજ. ના સેનાપતિ ભગત સિંગ ડોડીયા, યુથ પ્રમુખ શક્તિ સિંગ જડાઉં, ભરૂચ જિલ્લા પ્રમુખ ક્રિપાલ સિંગ વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી.
સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા રાજ શેખાવતે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતમાં જેટલી પણ સરકારો બની તે તમામ સરકારોએ ક્ષત્રિય સમાજને હાંસિયા માં ધકેલવાનું કામ કર્યું છે. પરંતુ હવે અમે એક થવા જઈ રહ્યા છે. દરેક જિલ્લામાં ગામે ગામ ફરી ક્ષત્રિય સમાજને પોતાના હકો અપાવવા માટે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આગામી 29 મી મેં ના રોજ મહારેલી અને મહા સંમેલન યોજાશે.
ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહા સંમેલન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયા માં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓ મા પ્રવાસ કરી સમિતિઓનું ગઠન કરી કરણી સેના પરીવાર ની સ્થાપના કરી સમાજ ને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ પધારેલા કરણી સેના ના રાષ્ટ્રિય અધ્યક્ષ રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, સંઘે શક્તિ કળ્યુગે, આ લોકશાહી મા સંગઠિત રહીશું તો જ દરેક ક્ષેત્ર મા આગળ વધીશું, એ ક્ષેત્રરાજકીય, વ્યવસાયીક, શૈક્ષણિક, રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્ર મા આગળ આવવા સંગઠિત થવું આવશ્યક છે. લોકતંત્ર મા માથાઓ ગણાવવા ની આવશ્યકતા છે, વધેરવાની નહિ. ભાઈઓ ના હાથ ઝાલી ઊભા કરવાની આવશ્યકતા છે, ટાંગો ખેંચવાની નહી. સમાજ મા અનેકો ફાંટાઓ પાડી દેવાયા છે. એ તમામ ફાટાઓ દૂર કરી માં ભવાની ના નામે એક થવાની આવશ્યકતા છે. પ્રદેશ ની ટીમ અઠવાડિયા મા બે દિવસ પ્રવાસ કરે છે.
શ્રત્રિય એકતા સ્વાભિમાન સંમેલન નું આયોજન કરી સમાજ ની એકતા નું શક્તિ પ્રદર્શન કરી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં હવે ક્ષત્રિય સમાજના પ્રભુત્વ વળી બેઠકો પર હવે રાજકારણ ના સમીકરણો બદલવા ક્ષત્રિય સમાજે કમર કસી છે.