ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસ મથકે ગત તા-૦૯/૦૪/૨૦૨રના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી ઈસમ પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય. જેથી ઉપરોક્ત ગુનાની ગંભીરતા જાણી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ,અંક્લેશ્વર વિભાગ, તરફથી આરોપી ઈસમ તેમજ અપહરણ થયેલ બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના અપાઇ હતી.

જે અનુસંધાને સી.પી.આઈ. બી.એમ. રાઠવા તથા પી.એસ.આઈ. એન.જી. પાંચાણી ના  માર્ગદર્શન હેઠળ હ્યુમન ઈંટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે વધુ તપાસ કરતા હકીકત મળેલ કે,આ ગુનાનો આરોપી સગીર બાળાને લઈ મુંબઈ તથા દિલ્હી ખાતે અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો છે. અને હાલ આરોપી દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં કોઈ જગ્યાએ રહે છે.

જે મળેલ હકીકત આધારે વર્ક આઉટ કરી ગઈ કાલ તા-૦૬/૦૫/૨૦૨રના રોજ તાત્કાલિક નેત્રંગ પોલીસની એક ટીમ દિલ્હી ખાતે રવાના કરેલ અને દિલ્હીના ભજનપુરા વિસ્તાર માંથી નાસતા ફરતા આરોપીને અપહરણ કરી લઈ ગયેલ સગીર બાળા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવેલ છે. તેમજ પકડાયેલ આરોપી પ્રદિપ રામમિલન પાંડે ઉ.વ.-૨૭ રહે-કલ્યાણપુરી ૧૫/૩૧૭, ચાંદ સિનેમા નજીક પુર્વ દિલ્હી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here