- પોલીસે કુલ કિં.રૂ .૧,૫૩,૦૬૦ / -ના મુદામાલ જ્પ્ત કર્યો
નેત્રંગ પોલીસ ટીમ તેમના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝરણાવાડી ગામે વસાહતની પાછળ આવેલ નરોત્તમભાઇ ઘીયાભાઇ શેરડીનાં વાવેતર વાળા ખેતરનાં શેઢા ઉપર આવેલ લીમડાના ઝાડ નીચે મૌઝા ગામનો ગોનજીભાઇ કુરીયાભાઇ ચૌધરીનો ગામનાં તેમજ અલગ અલગ ગામનાં ઇસમોને ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે પોલીસ ટીમે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ -૦૫ આરોપી ગોનજીભાઇ કુરીયાભાઇ ચૌધરી ઉ.વ .૬૦, રહે મૌઝા ચીતરા ડુંગર ફળિયુ, તા.નેત્રંગ , જી.ભરૂચ, રાજેશભાઇ ઉર્ફે આજો મનજીભાઇ વસાવા ઉ.વ .૪૦ રહે.ઝરણાવાડી નવીવસાહત તા.નેત્રંગ જી.ભરૂચ,નરોત્તમભાઇ માધીયાભાઇ વસાવા ઉં.વ .૫૦ રહે.ઝરણાવાડી નિશાળ ફળિયુ , તા.નેત્રંગ જી.ભરૂચ,દિનેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા ઉ.વ ૩૦ રહે.ઝરણાવાડી નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ,લક્ષ્મણભાઇ પુનિયાભાઇ વસાવા ઉ.વ .૪૫ રહે.ઝરણાવાડી ખાડી ફળિયુ , તા.નેત્રંગ જી.ભરૂચ પકડાઈ ગયેલ તે પાંચેવ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬૭૬૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ .૫૩૦૦/- મળી કુલ રોકડા ૨,૧૨,૦૬૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ .૫ કુલ કિં.રૂ .૧૬,૦૦૦ / તથા મોટર સાયકલ નંગ -૪ કિં.રૂ .૧,૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ .૧,૫૩,૦૬૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે આ ગુનામાં પોલીસે ૬ આરોપી સુમનભાઇ ગુલાબભાઇ વસાવા રહે ઝરણાવાડી તા નેત્રંગ જી.ભરૂચ,ચીમનભાઇ મગનભાઇ વસાવા રહે હાથાકુંડી તા.વાલીયા જી.ભરૂચ,રાજુભાઇ દિનેશભાઇ વસાવા રહે.પિંગોટ તા.નેત્રંગ જી.ભરૂચ, સુભાષભાઇ ગુમાનભાઇ વસાવા રહે. ઝરણાવાડી નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ, મુકેશભાઇ અર્જુનભાઇ વસવા રહે.હાથાકુંડી તા , નેત્રંગ જી.ભરૂચ અને અલ્પેશભાઇ ચૌધરી રહે.જુની જામુની તા.નેત્રંગ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.