આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પોતાની પડતર માંગણીઓને ઘણાં સમયથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં.પરંતુ તેઓનું કોઈ નિરાકરણ આવતું નહોતું.જેથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓ ના સમર્થનમાં સફાઈ કામદારો પણ જોડાઈ ગયા હતા અને નગરની સફાઈ બાબતે સંપૂર્ણ હડતાળ કરી હતી.જેના કારણે નગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.
ત્યારે ગત રોજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી ગોહિલ સાહેબે આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી તરીકે ચાર્જ લેતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સુખદ સમાધાન કરાવી સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા.સફાઈ કામદારોએ પણ આમોદ પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શાંતાબેન રાઠોડ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડ,વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈ સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને સવારથી જ નગરની સફાઈ કામગીરીમાં જોડાઈ ગયા હતા અને નગરને સ્વચ્છ બનાવી દીધું હતું.
આ બાબતે આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ગોહિલે જણાવ્યું હતું કે સફાઈ આમોદ નગરમાં ૮૨ દિવસના પ્રતીક ઉપવાસ પછી સુખદ સમાધાન થતાં સફાઈ કામદારોએ પારણા કર્યા.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ