ભરૂચ જીલ્લામાં ગે.કા. પ્રોહી/જુગારની બદ્દીઓ ડામવા અને પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
દરમ્યાન ગત મોડી રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ અંકલેશ્વર ડીવીઝનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામે ટેકરા ફળીયામાં વિદેશી દારૂની સફળ રેઇડ કરી વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલ નંગ-૩૬૮, કિ.રૂ.૫૦,૯૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપી જયેશ ગોમાનભાઇ વસાવા રહેવાસી. નવા ધંતુરીયા તા.અંકલેશ્વર જી.ભરૂચ ને ઝડપી પાડી તથા દશરથ ઉર્ફે દશુ બાલુભાઇ વસાવા રહેવાસી. હજાત ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.સોંપવામાં આવેલ છે.