- ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો
ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ નાઓ તરફથી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ. દરમ્યાન ગઇકાલ તા-૦૬/૦૪/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.સગર નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી.ત્યારે ગત તા-૩૧/૦૩/૨૦૨૨ ના રોજ વાલીયા પો.સ્ટે.મા ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ હોય જેમા કોઇ અજાણ્યા ચોર ઇસમોએ વાલીયા ખાતે આવેલ ગોદરેજ કંપનીના સ્ટોર રૂમમાંથી કંપનીના એસ.એસ. ના મટીરીયલની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવામા આવેલ અને સી.સી.ટી.વી ફુટેજ નો અભ્યાસ કરી મળી ફુટેજ આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ થી તપાસ કરતા હકીકત મળેલ કે, આ ચોરીના ગુનામા સંડોવાયેલ ચોર ઇસમ વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમા ચોરી કરેલ મુદ્દામાલ સગે વગે કરવાની તૈયારીમા છે.
જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમા તપાસ કરી ગોદેરેજ કંપનીમાંથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કિંમત રૂ.૪૫,૦૦૦/- સાથે એક આરોપી પિયુષ ઉર્ફે પ્રવિણ ઉર્ફે બાંડીયો ગોમાનભાઇ વસાવા રહે- કનેરાવ તા-વાલીયા જી-ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.