નવી વસાહત પ્રાથમિક મિશ્ર શાળા કાવિમાં નવા વર્ષની ઉજવણી સાથે જ ધોરણ 1 થી 5 ના બાળકો એ બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1 થી 5 ના તમામ બાળકોએ સુંદર છાપ કામ કર્યું ,વેસ્ટ માંથી બેસ્ટ દ્વારા અનેક કૃતિઓ તૈયાર કરી, માટીના રમકડા બનાવ્યા, અને તેને પણ રંગીને સુંદર આકર્ષિત રૂપ આપ્યું ,સાથે જ નાના ભૂલકા ઓએ ચિત્રોમાં રંગપૂરણી કરી વિવિધ પ્રાણી -પશુઓને જીવંત કર્યા હતા.
આ બાળમેળાના આયોજન દ્વારા તમામ બાળકોને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવાની સુંદર તક મળી. નવી વસાહત પ્રાથમિક મિશ્રશાળા ના ધોરણ ૧-૫ ના કુલ ૨૧૬ જેટલા બાળકોએ કોરોના ગાઇડલાઇન ને અનુસરીને બાળમેળાનું આયોજન કર્યું હતું.
બાળકોએ ગિજુભાઈ બધેકા ની બાળવાર્તાઓ પણ કહી, બાળ ગીતોની રમઝટ બોલાવી. શાળાના આચાર્ય સંદીપભાઈ તથા શાળાના ઉત્સાહી શિક્ષક મયંકભાઇએ પણ સુંદર બાળ ગીત ગાઈને સૌને આનંદીત કર્યા.શા આ ળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ પાછળ શાળાના સૌ શિક્ષક મિત્રોનો ખૂબ ફાળો છે. આ બાળમેળાનું આયોજન ખુબ જ સુંદર અને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.