-
-
- પોલીસે રૂ. ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓની કરી અટકાયત
નર્મદા જિલ્લા રાજપીપળા નજીક આવેલ ભદામ ટેકરા નજીક રાજપીપળા ટાઉન પોલીસે નકાબંધી દરમ્યાન એક કારમાંથી ૧૦, ૩૦૦ના વિદેશી દારૂ સાથે ગાડી મળી કુલ ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.રાજપીપળા ટાઉન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન પોઇચા તરફથી રાજપીપળા બાજુ એક કાર નં. જી.જે.૧૬.એમ.૪૮૧૬ દારૂ ભરીને આવતી હોવાની સંયુક્ત બાતમી મળતા મળેલ બાતમીથી પો.ઇન્સ. જે.જી ચૌધરી અને અ. લો.ર. અલ્પેશભાઈને મળેલ બાતમીથી વાકેફ કરી ભદામ ટેકરા પાસે વોચમાં હતા. તે સમયે પોઇચા બાજુથી બાતમીવાળી લીલા કલરની મારુતિ સઝુકી કંપનીની ફ્રન્ટી કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં કારચાલકે કાર રોકવાને બદલે પુરઝડપે હંકારી જતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી લાછરસ રોડ ઉપર કોર્ડન કરી ઉભી રખાવી તેમાં બેસેલા બે ઈસમો (૧) સંજયભાઈ કેશુરભાઈ વસાવા રહે હઝરપુરા તા.નાંદોદ જી.નર્મદા (૨) ફિરોઝ લાલુખાન ઘોરીની અટક કરી ગાડીની ઝડતી કરતા તેમાંથી ૧૦.૩૦૦ ની દારૂની બોટલો સહિત એક ફોર વહીલ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ ૭૦,૮૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
- સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
-