રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ તા. ૨૮/૦૯/૨૦૨૬ સુધીમાં ફોર્મ ભરવાનંપ રહેશે. પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષની બહેનો, જ્યારે રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષની ઉંમરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે.

રાસ તેમજ પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધા માટેનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. દરેક સ્પર્ધામાં ૧૨ થી ૧૬ સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત સંગીત, ગાયન વગેરે માટે વધુમાં વધુ ૪ સહાયક વ્યક્તિઓ રાખી શકાશે.ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ તથા આધારકાર્ડની નકલ સાથે તા. ૨૮/૦૯/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતે રૂબરૂ મેળવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલાં ફોર્મ તેમજ અધૂરી વિગતો ધરાવતા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તેમ ભરૂચ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.





