ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિન નિમિત્તે સેવા મારુ યોગદાન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી. ભરૂચની દુધધારા ડેરી ખાતે આજથી 15 દિવસ ચાલનાર રક્તદાન શિબિરમાં પેહલા દિવસે ત્રણ કલાકમાં જ 85 રક્તદાતાઓએ રક્તદાન કરી સંકલ્પ સેવા અભિયાન હેઠળ પોતાનું યોગદાન આપ્યુ હતુ.

રક્તદાન શિબિર યુનિટી બ્લડ બેંકના સહયોગથી આયોજિત થઈ હતી. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો પણ 143 લોકોએ લાભ લીધો હતો. રક્તદાતાઓને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અતોદરિયા, પ્રકાશ દેસાઈ સહિતના હસ્તે પ્રમાણપત્રો અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા. આજે રક્તદાન ઝઘડિયા મંડળ દ્વારા યોજાયું હતું. આગામી 14 દિવસ જિલ્લા ભાજપના અન્ય તમામ મંડળો દ્વારા સેવા મારુ યોગદાન હેઠળ રક્તદાન શિબિર યોજાશે.

