The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્ર

પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્ર

0
પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્ર

DGVCLના ભરૂચ શહેર પશ્ચિમ પેટા વિભાગમાં ફરજ બજાવતા ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ મહેશભાઈ રાઠોડ-ઉંમર ૩૭ તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ ૧૧ કે.વી. લાઈનના વીજ આંચકાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મગજમાં રક્તસ્રાવ અને કરોડરજ્જુની ઈજાને કારણે તેઓ હાલ પેરાલિસિસગ્રસ્ત બની વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તેમના વૃદ્ધ માતા પણ પેરાલિસિસથી પીડાતા હોવાથી પરિવારની પરિસ્થિતિ અત્યંત વિકટ છે. આ અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ (ટેક.) ચિરાગ શાહે DGVCLના MDને રજૂઆત કરી હતી.સાંસદ તથા સંઘના કાર્યકારી પ્રમુખ મનસુખ વસાવાએ ઊર્જામંત્રી ઋષિકેશ પટેલને પત્ર પાઠવી તપાસ કમિટી બનાવી હકીકતલક્ષી રિપોર્ટ મંગાવવા તથા સ્પેશિયલ કેસ તરીકે મહેશભાઈ રાઠોડને ‘કેર ટેકર’ની સુવિધા અને મેડિકલ સહાય તાત્કાલિક મંજૂર કરવા ભલામણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!